Friday 27 May 2016

વગર ઈન્ટરનેટ-વોટ્સએપમાં કરો ચેટીંગ, કેવી રીતે-- જાણો

આજે વોટ્સએપ લોકોની મુખ્ય જરૂરિયાતની વસ્તુ છે. લોકો પોતાના દિવસની શરૂઆત ઉઠતાની સાથે વોટ્સએપ જોઈને કરે છે. કેટલાક લોકો તો માત્ર વોટ્સએપ અને અન્ય ચેટિંગ એપ માટે જ ડેટા પ્લાન કરાવતા હોય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઈન્ટરનેટ વિના વોટ્સએપ ચાલે તો કેવું સારું? જો તમે આવું વિચારતા હોય તો તમારી આ ઈચ્છા હવે પૂરી થઈ શકે છે.
શું છે ચેટ સિમ કાર્ડ

હવે તમે ઈન્ટરનેટના ઉપયોગ વગર પણ વોટ્સએપનો ઉપયોગ કરી શકો છો. કોઈ પણ પ્રકારના ડેટા પેક વિના વોટ્સએપને ચલાવવા માટે તમારે કોઈપણ એપની પણ જરૂર નહીં પડે. બસ તમારે એક સિમ કાર્ડ ખરીદવું પડશે. આ સિમને 'ચેટ સિમ' કહે છે. ચેટ સિમ એક પ્રકારનું સિમ કાર્ડ છે જે તમને સરળતાથી વોટ્સએપ પર ચેટિંગ કરવામાં ઉપયોગી થાય છે. આ કાર્ડમાં કોલિંગ માટેની સુવિધા ઉપલબ્ધ નથી.

દુનિયાના 150 દેશોમાં કરે છે કામ

આ કાર્ડ યુઝરને મેસેજિંગ એપ જેવી કે વોટ્સએપ, વી-ચેટ, મેસેન્જર અને હાઈક જેવા એપમાં ઈન્ટરનેટ કનેક્શન વિના ચેટ કરવાની સુવિધા આપે છે. આ સિમ કાર્ડ લગભગ 150 દેશોમાં કામ કરે છે અને તેના માટે કોઈપણ પ્રકારનો વધારાનો ચાર્જ નથી આપવો પડતો. ચેટ સિમની કિંમત 10 યૂરો છે અને તે ભારતમાં પણ ઉપલબ્ધ છે. ભારતમાં એક ચેટ સિમ માટે તમારે લગભગ 900 રૂપિયા ચુકવવા પડે છે.        special Thnkx - ::Baldevpari:: 
Share This
Previous Post
Next Post

Pellentesque vitae lectus in mauris sollicitudin ornare sit amet eget ligula. Donec pharetra, arcu eu consectetur semper, est nulla sodales risus, vel efficitur orci justo quis tellus. Phasellus sit amet est pharetra

0 comments:

આ બ્લોગ ની ફરીયાદ કોમેક્ટ દ્વારા બતાવો.